લોંગ COVID

મોટાભાગનાં લોકો COVID-19માંથી તેમના પ્રથમ લક્ષણોનાં થોડાંક અઠવાડિયામાં જ સાજા થઇ જાય છે. જો કે, કેટલાંક લોકો તેમના ચેપ થકી લાંબો સમય સુધી અસરો અનુભવે છે. લોંગ COVID અને તમે અનુભવતાં લક્ષણો માટે મદદ ક્યાંથી મેળવવી તે જાણો.

લોંગ COVID વિશે

સામાન્યપણે ‘લોંગ COVID’ શબ્દનો અર્થ નીચેના બંનેનું વર્ણન કરવા માટે થાય છે:

  • હાલમાં અનુભવાતાં લક્ષણોવાળો COVID-19 - ૪ અઠવાડિયાથી વધુ સમય સુધી અનુભવાતાં COVID-19નાં લક્ષણો
  • COVID-19 પછીની સ્થિતિ/લક્ષણોનો સમૂહ - ૧૨ અઠવાડિયા પછી પણ અનુભવાતાં COVID-19 લક્ષણો જે વૈકલ્પિક નિદાન દ્વારા સમજાવી શકાતાં ન હોય.

વિવિધ લોકોમાં લોંગ COVID-19 વિવિધ રીતે દેખાય છે અને લક્ષણો મધ્યમથી ગંભીર પ્રકારનાં હોય શકે છે.

લોંગ COVIDના લક્ષણો

લોંગ COVIDનાં નોંધાયેલ સૌથી સામાન્ય લક્ષણો છે:

  • થકાવટ (થાક)
  • હાંફ ચઢવો
  • તમારી યાદશક્તિ અને એકાગ્રતામાં મુશ્કેલી (‘બ્રેઇન ફોગ’.

અન્ય સમાવિષ્ટ લક્ષણો:

  • હ્રદયનાં અનિયમિત ધબકારાં, છાતીમાં દુખાવો અથવા દબાણ
  • ખાંસી
  • સ્વાદ અને ગંધમાં ફેરફાર
  • સાંધા અને સ્નાયુઓનો દુખાવો
  • ઝણઝણાટી (સોયો ભોંકાતી હોય તેવું લાગવું)
  • ઊંઘ આવવામાં તકલીફ (અનિદ્રા)
  • મિજાજમાં બદલાવ (ચિંતા, તણાવ અથવા હતાશામાં વધારો)
  • ચક્કર આવવા
  • માથું દુઃખવું
  • હળવો તાવ
  • ચામડી પર ચાઠા, વાળ ઊતરવા
  • ઊબકા, ઝાડા, પેટમાં દુખાવો, ખાવાની અરૂચી.

બાળકોમાં લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • મિજાજનાં લક્ષણો
  • થાક
  • ઊંઘની તકલીફ.

લોંગ COVIDના જોખમી પરિબળો

લોંગ COVID થવાની વધુ શક્યતા એવા લોકોમાં છે, કે:

  • જેઓનું રસીકરણ નથી થયું
  • હોસ્પિટલમાં દાખલ કર્યા હોય અથવા સઘન સંભાળની જરૂર પડી હોય તેવા સહિતનાં COVID-19થી ગંભીર બીમારી થઇ હોય
  • COVID-19 પહેલાં લાંબા સમયથી ચાલતી તબીબી સ્થિતિઓ અથવા રોગો, જેવા કે લોહીનું ઊંચું દબાણ, લાંબા સમયથી ચાલતો ફેફસાંનો રોગ, ડાયાબિટીસ અને સ્થૂળતા.

લોંગ COVIDની સારવાર મેળવવી

જો તમને COVID-19 થયા પછી ચાલી રહેલ લક્ષણોથી તમે ચિંતિત હોવ તો, તબીબી સમીક્ષા માટે તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

લોંગ COVID માટે કોઇ પરીક્ષણ નથી. તમારા ડૉક્ટર તમારા લક્ષણો અને તેમની તમારા જીવન પર અસર વિશે પુછશે. તમારા લક્ષણોનાં શક્ય કારણો ઓળખવા અને અન્ય સ્થિતિઓ નકારી કાઢવા તેઓ કેટલાંક પરીક્ષણો કરાવવાનું કહી શકે છે.

લોંગ COVIDની સારવાર માટે કોઇ એક સારવાર કે દવા નથી. તમારે જરૂર હોય શકે તેવી સંભાળ અને ટેકા વિશે તમારા ડૉક્ટર વાત કરશે. તેઓ તમને નીચેના વિશે સલાહ આપી શકે છે:

  • લક્ષણોની નોંધપોથી જેવાનાં ઉપયોગથી, તમારા લક્ષણો પર નજર રાખવી અને ઘરે જ સારવાર કરવી
  • તબીબી સંભાળની જરૂર પડે તેવા લક્ષણો (જેવા કે નવા અથવા વધી રહેલાં લક્ષણો) અને જો તમે આવા લક્ષણો અનુભવો તો સારવાર ક્યાંથી મેળવવી
  • COVID-19 પછીનાં અઠવાડિયા અને મહિનાઓમાં શું અપેક્ષા રાખવી
  • પોષણ, શારીરિક પ્રવૃત્તિ અને પરામર્શ જેવા જીવનશૈલીના હસ્તક્ષેપો માટે સહાય.

જો લક્ષણોની તમારા જીવન પર મોટી અસર થઇ રહી હોય, તો તમને નિષ્ણાત અથવા પુનર્વસન સેવાનો સંદર્ભ આપવામાં આવી શકે છે, જે તમારા લક્ષણોને નિયંત્રિત કરવામાં અને તમને સાજા થવામાં મદદ કરી શકે છે.

લોંગ COVIDમાંથી સાજા થવું

સાજા થવાનો સમય દરેક વ્યક્તિ માટે જુદો હશે અને તમારા લક્ષણો સમયજતાં બદલાઇ શકે છે. મોટાભાગનાં લોકો ૩-૪ મહિનામાં સાજા થશે. જો કે, કેટલાંક લોકનાં લક્ષણો લાંબો સમય સુધી રહી શકે છે.

લોંગ COVIDથી પોતાનું રક્ષણ કરવું

લોંગ COVIDથી બચવાનો ઉત્તમ ઉપાય છે ચેપ લાગવાથી પોતાનું રક્ષણ કરવું.

તમારાં COVID-19 રસીકરણોથી અદ્યતન રહેવાથી COVID-19નો ચેપ લાગવાથી બચવામાં અને ગંભીર બીમારી સામે રક્ષણ મેળવવામાં મદદ મળે છે. જે લોકોનું રસીકરણ થયેલું છે તેમને લોંગ COVID નોંધાવાની શક્યતા જેમનું રસીકરણ નથી થયું તેમની સરખામણીમાં ઓછી છે.

સરકારની પ્રતિક્રિયા

૧ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ આરોગ્ય અને વૃદ્ધ સંભાળ પ્રધાન, સાંસદ માનનીય માર્ક બટલરના નિર્દેશ પછી, આરોગ્ય, વૃદ્ધ સંભાળ અને રમતગમત પરની સ્થાયી ગૃહ સમિતિએ લોંગ COVID અને પુનરાવર્તિત COVID-19 ચેપ અંગે તપાસ કરી હતી અને તે અહેવાલ આપશે.

વચગાળાનો અહેવાલ વાંચો.

વધુ માહિતી

Date last updated:

Help us improve health.gov.au

If you would like a response please use the enquiries form instead.