રસી લો
COVID-19 રસીઓ, COVID-19થી ગંભીર બીમારી સામે તમારાં રક્ષણમાં વધારો કરશે. અમે ઓસ્ટ્રેલિયાના તકનીકી સલાહકાર જૂથની સલાહને અનુસરીએ છીએ કે જે રસી કોને મળવી જોઇએ તેની ભલામણો કરે છે.
તમારાં રસીકરણોથી અદ્યતન રહેવાથી તમને શ્રેષ્ઠ રક્ષણ મળે છે.
જરૂર હોય તો માસ્ક પહેરો
ચહેરા પર માસ્ક પહેરવાથી તમારું અને તમારી આસપાસનાં અન્યોનું રક્ષણ થઇ શકે છે.
ચહેરા પર માસ્ક વાયરસને હવાથી ફેલાતો અટકાવે છે. આનો અર્થ છે કે તમને વાયરસનો ચેપ લાગવાની કે તમારા થકી તે ફેલાવાની શક્યતા ઘટી જાય છે.
તમારે માસ્ક ક્યારે પહેરવો જોઇએ તે વિશે રાજ્યો અને પ્રદેશોમાં જુદાં-જુદાં નિયમો છે. અદ્યતન સલાહ માટે તમારા સ્થાનિક આરોગ્ય ખાતાની વેબસાઇટ જુઓ.
ચહેરા પર માસ્ક પહેરવો સારો હોય શકે છે, જો:
- જાહેર પરિવહન, દવાખાના અને હોસ્પિટલો સહિત જાહેર ઇમારતોની અંદર હોવ
- તમે અન્ય લોકોથી અંતર જાળવી શકો તેમ ન હોવ
- તમારું પરીક્ષણ હકારાત્મક આવ્યું હોય, અથવા તમને લાગતું હોય કે તમને COVID-19 થયો છે અને અન્ય લોકોની આસપાસ હોવ.
ચહેરા પર યોગ્ય રીતે માસ્ક પહેરવા તમારે:
- તે પહેરતાં કે કાઢતાં પહેલાં તમારાં હાથ ધોવા જોઇએ અથવા જંતુરહિત કરવા જોઇએ
- તે તમારું નાક અને મોં આવરી લેતો હોય અને દાઢીની બરાબર નીચે બંધ બેસતો હોય તે સુનિશ્ચિત કરો
- પહેરતી અથવા કાઢતી વખતે તમારા માસ્કની આગળની બાજુને સ્પર્શ કરવાનું ટાળો
- તેને તેની જગ્યા પર રાખો - તેને તમારા ગળા ફરતે કે નાકની નીચે લટકાવીને ન રાખો
- દર વખતે નવો એકવાર વાપરીને ફેંકી દેવાનો માસ્ક વાપરો
- ફરી વપરાય તેવા માસ્કને ઉપયોગ પછી ધોઇને સુકવી દો અને સ્વચ્છ કોરી જગ્યામાં તેનો સંગ્રહ કરો.