COVID-19 રસીઓ વિષે

ઓસ્ટ્રેલિયામાં 5 વર્ષ કે તેથી વધુ વયના દરેક લોકો તેમનું રસીકરણ બુક કરાવી શકે છે.

કેન્દ્ર શોધો અને બુક કરાવો

ઓસ્ટ્રેલિયામાં COVID-19 રસીઓ દરેકને માટે નિઃશુલ્ક છે. તેમાં Medicare (મેડીકેર કાર્ડ) ન હોય તેવા લોકો, વિદેશી મુલાકાતીઓ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, હિજરતી કામદારો અને આશ્રય ઇચ્છુકોનો સમાવેશ થાય છે. રસી લેવાથી તમારું, તમારા પરિવારનું અને તમારા સમુદાયનું COVID-19થી રક્ષણ કરવામાં મદદ થશે.

ઓસ્ટ્રેલિયાની સરકારે રસીકરણને ફરજીયાત કર્યું નથી અને COVID-19 સામે રસી લેવી કે નહિં તે તમે નક્કી કરી શકો છો

કેટલાક રાજ્ય અને પ્રદેશ જાહેર આરોગ્ય હુકમો અમુક સંજોગોમાં રસીકરણ ફરજીયાત કરી શકે છે. ઉદાહરણ તરીકે, કેટલાક પ્રકારની રોજગારી માટે અને કેટલીક સામુદાયિક પ્રવૃત્તિઓ માટે.

રસીઓ સલામત છે

COVID-19 રસીકરણ સલામત છે અને તે જીવન બચાવે છે. ઓસ્ટ્રેલિયામાં થેરાપ્યુટીક ગુડ્ઝ એડમિનિસ્ટ્રેશન ( TGA)એ, COVID-19 રસીઓની સલામતી અને આડઅસરો પર બારિકાઇથી નજર રાખવાનું ચાલુ રાખ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ દરેક રસી વિશે જાણો:

COVID-19 રસીઓ તમારા શરીરને, જો તમે વાયરસના સંપર્કમાં આવો તો તેને દૂર કેવી રીતે કરવો તે શીખવે છે.

જો રસીકરણ પછી તમને કોઇ પ્રશ્નો અથવા ચિંતા હોય તો, તમારા રસીકરણ કેન્દ્ર અથવા ડૉક્ટરનો સંપર્ક કરો.

તમારા રસીકરણ પછી શું અપેક્ષા રાખવી વિષે વધુ જાણો.

રસી કોણે લેવી જોઇએ

5 વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિએ COVID-19 સામે રસી લેવી જોઇએ.

COVID-19 રસી લેવાથી COVID-19થી ગંભીર રીતે બીમાર થવાથી કે મૃત્યુ થવાથી બચાય છે.

રસી લઇને વાયરસનો ફેલાવો ધીમો પાડીને તમારી આસપાસના લોકોનું પણ રક્ષણ થાય છે.

તમારા COVID-19 રસીકરણથી અદ્યતન ગણાવા માટે, તમે તમારી ઉંમર અને આરોગ્ય સ્થિતિની આવશ્યક્તા અનુસાર ભલામણ કરેલા બધા જ ડોઝ લીધેલા હોવા જોઇએ.

5થી 15 વર્ષના બાળકોએ નીચે પ્રમાણે રસી લેવી જોઇએ:

 • COVID-19 રસીના પ્રાથમિક ડોઝ 1 અને 2
 • જો તેઓની રોગપ્રતિકારક ક્ષમતા ગંભીર રીતે જોખમમાં હોય તો, પ્રાથમિક ડોઝ 3.

16 વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેકે નીચે પ્રમાણેની રસીઓ લેવી જોઇએ:

 • COVID-19 રસીના પ્રાથમિક ડોઝ 1 અને 2
 • જો તેઓની રોગપ્રતિકારક ક્ષમતા ગંભીર રીતે જોખમમાં હોય તો, પ્રાથમિક ડોઝ 3
 • COVID-19 રસીનો એક બુસ્ટર ડોઝ.

જો તમે ૪ મહિના પહેલાં તમારો બુસ્ટર ડોઝ લીધો હોય અને જો નીચેનું લાગું પડતું હોય તો, તમારે COVID-19 શિયાળુ ડોઝ પણ લેવો જોઇએ:

 • 65 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય
 • વૃદ્ધ સંભાળ અથવા વિકલાંગતા સંભાળ સુવિધાના રહેવાસી હોવ
 • 16 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય અને રોગપ્રતિકારક ક્ષમતા ગંભીર રીતે જોખમમાં હોય
 • એબોરિજીનલ કે ટોરસ્ટ્રેટ આઇલેન્ડર વ્યક્તિ છો અને ઉંમર 50 વર્ષ કે તેથી વધુ છે.

જો તમારું COVID-19નું પરીક્ષણ હકારાત્મક આવ્યું હોય તો, ભલામણ કરવામાં આવે છે કે, તમે COVID-19 રસીનો તમારો આગામી ડોઝ મેળવતા પહેલાં 3 મહિના રાહ જુઓ.

જે લોકોને તેમના બુસ્ટર ડોઝ પછી COVID-19 થયો હતો, તેઓએ શિયાળુ ડોઝ લેતાં પહેલાં ઓછામાં ઓછા 3 મહિના રાહ જોવી જોઇએ.

તમારી COVID-19 રસીઓથી અદ્યતન રહેવું મહત્વનું છે. જુદા જુદા લોકોને જુદા જુદા સમયે જુદી જદી COVID-19 રસીઓની જરૂર પડી શકે છે. તમારે અને તમારા પરિવારે અદ્યતન રહેવા શું કરવાની જરૂર છે તે જાણવા તમારા આરોગ્ય પ્રદાતા સાથે વાત કરો.

બાળકો

COVID-19 રસીઓ બાળકો માટે સલામત છે.

બાળકોનું રસીકરણ કરાવવાથી, તેમના થકી તેમનાથી નાના ભાઇ-બહેનો, દાદા-દાદી અને બહોળા સમુદાયમાં વાયરસ ફેલાતો અટકાવવામાં સહાય થઇ શકે છે.

બાળકો અને તરૂણો માટે COVID-19 રસીઓ વિષે વધુ જાણો.

ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ

જો તમે ગર્ભવતી હોવ, સ્તનપાન કરાવતાં હોવ કે ગર્ભધારણ કરવાનું વિચારી રહ્યાં હોવ તો, COVID-19 રસીઓ સલામત છે. ગર્ભાવસ્થાના ગમે તે તબક્કે તમે રસી લઇ શકો છો.

ગર્ભાવસ્થા, સ્તનપાન અને COVID-19 રસીઓ વિશે વધુ જાણો.

વિકલાંગતા ધરાવતા લોકો

વિકલાંગતા ધરાવતા લોકો COVID-19થી ગંભીર રીતે બીમાર થવાનું વધુ જોખમ ધરાવે છે અને તેથી તેમણે રસી લેવી જોઇએ.

જો તમારે વધુ મદદ કે સહાયની જરૂર હોય તો, તમે ડિસેબિલિટી ગેટવે હેલ્પલાઇનને ૧૮૦૦ ૬૪૩ ૭૮૭ પર ફોન કરી શકો છો. તેઓ તમારા માટે બુકિંગ કરી શકે છે.

જો તમારે દુભાષિયાની જરૂર હોય તો, અનુવાદ અને દુભાષિયા સેવાને ૧૩૧ ૪૫૦ પર ફોન કરો અને તેમને ડિસેબિલિટી ગેટવેને ફોન કરવાનું કહો.

પહેલેથી જ હોય તેવી આરોગ્ય તકલીફો ધરાવતા લોકો

પહેલેથી જ હોય તેવી આરોગ્ય તકલીફો ધરાવતા લોકોને COVID-19થી ગંભીર રીતે બીમાર થવાનું વધુ જોખમ છે અને તેથી તેમણે રસી લેવી જોઇએ.

તમારા નિયમિત આરોગ્ય પ્રદાતા સાથે તમારી સ્થિતિ માટે શ્રેષ્ઠ રસી વિષે વાત કરો.

રસી ક્યાંથી લેવી

તમે નીચેના સ્થળોએ COVID-19 રસી મેળવી શકો છો:

 • Commonwealth (કોમનવેલ્થ) રસીકરણ કેન્દ્રો
 • ભાગ લઇ રહેલ જનરલ પ્રેક્ટિસો (દવાખાના)
 • Aboriginal Controlled Community Health Services (એબોરિજિનલ નિયંત્રિત સામુદાયિક આરોગ્ય સેવાઓ)
 • રાજ્ય અને પ્રદેશ રસીકરણ કેન્દ્રો, અને
 • ભાગ લઇ રહેલ દવાની દુકાનો.

જનરલ પ્રેક્ટિશનર્સ (ડૉક્ટરો) તમારી પાસેથી રસી મૂકી આપવાની ફી માંગી શકે નહિં.

તમારી નજીકનું રસીકરણ કેન્દ્ર શોધવા અને એપોઇન્ટમેન્ટ બુક કરાવવા, રસીકરણ કેન્દ્ર શોધકનો ઉપયોગ કરો. જો તમને તમારી રસીની એપોઇન્ટમેન્ટ વખતે ફોન અથવા રૂબરૂ હાજર દુભાષિયાની જરૂર હોય તો, ૧૩૧ ૪૫૦ પર અનુવાદ અને દુભાષિયા સેવાને ફોન કરો.

જો તમારી પાસે Medicare (મેડિકેર) કાર્ડ ન હોય

જો તમારી પાસે Medicare કાર્ડ ન હોય, તો તમે નીચેના સ્થળોએ તમારું મફત રસીકરણ કરાવી શકો છો:

 • Commonwealth રસીકરણ કેન્દ્રો
 • રાજ્ય અથવા પ્રદેશ રસીકરણ કેન્દ્રો
 • ભાગ લઇ રહેલ દવાની દુકાનો.

'હેય એવા' - ઇઝી વેક્સિન એક્સેસ (રસી મેળવવાની સરળતા)

લોકોને COVID-19 રસી બુક કરાવવામાં સહાય માટે EVA એ સરળ કોલબેક સેવા છે. EVA અઠવાડિયાના ૭ દિવસ, સવારના ૭થી સવારના ૧૦ વાગ્યા (પૂર્વી ઓસ્ટ્રેલીયાના પ્રમાણિત સમય મુજબ) ચાલે છે.

જો તમારે COVID-19 રસી બુક કરાવવામાં મદદની જરૂર હોય તો, ૦૪૮૧ ૬૧૧ ૩૮૨ પર એક સંદેશો 'Hey EVA' મોકલો.

તમે EVAને સંદેશો મોકલશો એટલે તમને તેના ઉત્તરમાં નીચેના પ્રશ્નો પુછવામાં આવશે:

 • નામ
 • પસંદગીની ભાષા
 • પસંદગીની તારીખ અને સમય
 • કોલ બેક કરવા માટેનો ઉત્તમ નંબર.

નિયત સમયે National Coronavirus Helplineના તાલિમબદ્ધ ઓપરેટર તમારા COVID-19 રસીકરણના બુકિંગમાં સહાય કરવા તમને ફોન કરશે.

EVA COVID-19 રસીઓ વિશે માહિતી અને સલાહ આપી શકે છે અને નીચેનામાં સહાય કરી શકે છે:

 • COVID-19 રસીઓ વિશે માહિતી અને સલાહ આપવી
 • તમને વોક-ઇન ક્લિનિક શોધવામાં મદદ કરવી
 • તમને યોગ્ય રસી એપોઇન્ટમેન્ટ શોધવામાં મદદ કરવી
 • નિઃશુલ્ક દુભાષિયા સેવા સાથે તમને જોડી આપવા.

તમારી COVID-19 રસી પહેલાં

જો તમે હજી ન કરી હોય તો, એક એપોઇન્ટમેન્ટ બુક કરો.

કેન્દ્ર શોધો અને બુક કરાવો

જો તમારી પાસે Medicare કાર્ડ હોય તો, તમારી માહિતી અદ્યતન છે કે કેમ તે તપાસો:

તમારી એપોઇન્ટમેન્ટ પહેલાં અથવા તમે કોઇના માટે રસીકરણ નિર્ણય લઇ રહ્યા હોવ તો, તમને એક સંમતિ પત્રક ભરવાનું કહેવામાં આવી શકે છે.

સંમતિ પત્રક વાંચો.

5થી 11 વર્ષના બાળકો માટે માહિતી અને સંમતિ પત્રક વાંચો.

તમારી COVID-19 રસી પછી

ભાગ્યે જ થતી પ્રતિકૂળ પ્રતિક્રિયા માટે તમારા રસીકરણ પછી તમારા પર ૧૫ મિનિટ માટે નજર રાખવામાં આવશે. તમને રસી આપશે તે વ્યક્તિને તરત જ આવતી પ્રતિક્રિયાઓનો પ્રતિસાદ આપવાની તાલિમ આપવામાં આવી છે.

સામાન્ય રીતે COVID-19 રસીઓની આડઅસરો હળવી હોય છે અને તે ૧થી ૨ દિવસમાં મટી જાય છે. સામાન્ય આડઅસરોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

 • જ્યાં સોય મારી હોય ત્યાં હાથ પર દુખાવો
 • થાક લાગવો
 • માથું દુઃખવું
 • સ્નાયુઓમાં દુઃખાવો
 • તાવ અને ઠંડી લાગવી.

કોઇ પણ દવા કે રસીની જેમ જ કેટલીક ભાગ્યે જ થતી કે અજ્ઞાત આડઅસરો હોય શકે છે. જો તમને લાગે કે તમને ગંભીર આડઅસર થઇ રહી છે તો, તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાનો અથવા રાષ્ટ્રીય કોરોનાવાયરસ સહાય રેખાનો સંપર્ક કરો.

૧૮૦૦ ૦૨૦ ૦૮૦

જો તમારે દુભાષિયાની જરૂર હોય તો, રાષ્ટ્રીય કોરોનાવાયરસ સહાય રેખાને ફોન કરો અને વિકલ્પ ૮ પસંદ કરો.

રસીકરણનો પુરાવો

તમે તમારા એમ્યુનાઇઝેશન હિસ્ટ્રી સ્ટેટમેન્ટ (રોગપ્રતિરક્ષા નોંધણી પત્રક )થકી તમારા COVID-19 રસીકરણનો પુરાવો મેળવી શકો છો.

તમે તમારું ઇમ્યુનાઇઝેશન હિસ્ટ્રી સ્ટેટમેન્ટ આ રીતે જોઇ શકો છો:

જો તમારી પાસે Medicare કાર્ડ ન હોય, અથવા તમારા માટે myGov ખાતામાં જવું શક્ય ન હોય તો, તમે તમારું ઇમ્યુનાઇઝેશન હિસ્ટ્રી સ્ટેટમેન્ટ નીચેની રીતે મેળવી શકો છો:

 • તમારા રસીકરણ પ્રદાતાને તમારા માટે એક નકલ છાપી આપવાનું કહીને
 • Australian Immunisation Register (ઓસ્ટ્રેલિયાના રોગપ્રતિરક્ષા નોંધણી એકમ)ને ૧૮૦૦ ૬૫૩ ૮૦૯ પર (પૂર્વી ઓસ્ટ્રેલિયાના પ્રમાણભૂત સમય મુજબ સોમથી શુક્રમાં સવારના ૮થી સાંજના ૫ સુધી) ફોન કરીને અને તેમને તે તમારે ત્યાં ટપાલમાં મોકલી આપવાનું કહીને. ટપાલમાં આવતાં ૧૪ દિવસનો સમય લાગી શકે છે.

તમારા COVID-19 રસીકરણનો પુરાવો કેવી રીતે મેળવવો તે અંગે વધુ માહિતી માટે, સર્વિસીસ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ જુઓ.

વિશ્વસનીય માહિતી માટે ક્યાં જવું

આધારભૂત અને અધિકૃત સ્ત્રોતો મારફતે COVID-19 અને COVID-19 રસીકરણ કાર્યક્રમ વિષે માહિતગાર રહેવું મહત્વપૂર્ણ છે.

COVID-19 રસીઓ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નોના જવાબો ૬૩ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

તમારી ભાષામાં COVID-19 વિષે માહિતી વાંચો

સંસાધનો(Resources)

Language: 
Gujarati - ગુજરાતી
Last updated: 
13 May 2022