COVID-19 અને મુસાફરી

મુસાફરી આવશ્યક્તાઓ અને સલામત રહેવા તમે લઇ શકો તેવા પગલાં વિશે જાણો.

ઓસ્ટ્રેલિયામાં દેશની અંદર મુસાફરી

નીચેનાં વિસ્તારોમાં મુસાફરી વિશે માહિતી માટે સ્થાનિક આરોગ્ય ખાતાંની વેબસાઇટ જુઓ:

વિદેશની મુસાફરી

ઓસ્ટ્રેલિયામાં અને વિદેશોમાં COVID-19નું જોખમ ચાલું જ છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમ્યાન માસ્ક પહેરવાની અને રસીકરણ કરાવેલું હોવાની અમે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ. તમારે ખાંસી ખાવાની અને હાથ સ્વચ્છ રાખવાની, સારી સ્વચ્છતા જાળવવી જોઇએ અને જ્યાં શક્ય હોય ત્યાં અન્ય લોકોથી અંતર જાળવવું જોઇએ.

કેટલાક દેશો, વિમાનસેવાઓ અને વહાણ પ્રચાલકોએ COVID-19 મુસાફરી આવશ્યક્તાઓ લાગુ પાડેલી હોય શકે છે. તેમાં તમે તમારાં વિમાન અથવા વહાણમાં ચઢો તે પહેલાં ચેક-ઇન સમયે પ્રસ્થાન પહેલાં પરીક્ષણ કરાવવાની જરૂરિયાતનો સમાવેશ થઇ શકે છે. બંનેની પ્રવેશ આવશ્યક્તાઓ તપાસો, તમે:

  • જઇ રહ્યા છો તે અથવા પસાર થઇ રહ્યા છો તે દેશની 

  • વિમાનસેવા અથવા વહાણ પ્રચાલકની આવશ્યક્તાઓ.

સંસાધનો:

ઘરે પાછા આવી રહેલાં ઓસ્ટ્રેલિયાનાં નાગરિકો

ઓસ્ટ્રેલિયાની સરહદો ખુલ્લી છે અને Australian Governmentની નીચે બાબતમાં કોઇ આવશ્યક્તાઓ નથી:

  • ઓસ્ટ્રેલિયામાં આગમન સમયે નકારાત્મક COVID-19 પરીક્ષણનો પુરાવો આપવો
  • COVID-19 રસીકરણનું પ્રમાણપત્ર પૂરું પાડવું
  • માસ્ક પહેરવો, જો કે તેના માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

મુસાફરી વીમો

જો તમે વિદેશમાં COVID-19થી બીમાર થાઓ તો, મુસાફરી વીમો મહત્વપૂર્ણ છે. સુનિશ્ચિત કરો કે તમારો વીમો નીચેનું આવરી લે છે:

  • પસાર થઇ રહ્યાં હોવ તે જગ્યાઓ
  • COVID-19 માટે સમાવેશ
  • વધારાંનો ઉમેરો જેમ કે ક્રુઝને લગતો વીમો.

અમુક ગંતવ્ય સ્થાનોમાં મુસાફરી વીમો હોવો એ મુસાફરો માટે પ્રવેશની એક શરત પણ હોય છે.

ક્રુઝની મુસાફરી

તમારાં વહાણ અને ગંતવ્ય સ્થાનની અદ્યતન મુસાફરી આવશ્યક્તાઓ માટે તમારા ક્રુઝ પ્રદાતાને પુછો.

રસીકરણ

Australian Governmentની વહાણ પર જઇ રહેલાં મુસાફરો માટે રસીકરણ કરાવેલું હોવાની કોઇ આવશ્યક્તા નથી. તેમ છતાં અમે ભલામણ કરીએ છીએ:

  • COVID-19 રસીકરણ, કેમ કે જો તમારું રસીકરણ ન થયેલું હોય તો, તમને ગંભીર બીમારી અને લોંગ COVID-19 થવાનું જોખમ વધુ છે
  • જો તમારું રસીકરણ ન થયું હોય તો, ક્રુઝ પર મુસાફરી કરવા વિશે ફેરવિચારણાં કરો.

ક્રુઝ પર રોગચાળો ફાટી નીકળવો

અન્ય પ્રકારની મુસાફરીની સરખામણીમાં ક્રુઝનાં વહાણો બીમારી ફેલાવવાનું વધુ જોખમ ધરાવે છે. ગીચ રહેઠાણોમાં રહેતાં અને હળતાં-મળતાં લોકોમાં COVID-19, સળેખમ અને અન્ય ચેપી રોગો સરળતાંથી ફેલાય છે.

જો તમારી ક્રુઝ પર COVID-19 ફાટી નીકળે તો, તમારે કદાચ:

  • વહાણ પર ક્વોરેન્ટાઇન થવું (સૂતક પાળવું) પડે
  • ઊતરી જવું પડે અને તમે જે રાજ્ય અથવા પ્રદેશ અથવા દેશમાં હોવ ત્યાંનાં સ્થાનિક નિયમો પાળવા પડે.

તમે મુસાફરી કરો તે પહેલાં, ક્રુઝ વિશેની સ્માર્ટ ટ્રાવેલર સલાહ જુઓ. તેમનાં ચોક્કસ COVID-19 શિષ્ટાચાર વિશે માહિતી માટે તમારા મુસાફરી એજન્ટ અથવા ક્રુઝ પ્રચાલકનો સંપર્ક કરો.

રાજ્ય અને પ્રદેશ સરકારો કાર્યકારી આરોગ્ય શિષ્ટાચાર તૈયાર અને અદ્યતન કરે છે, જે ઓસ્ટ્રેલિયામાં ક્રુઝ ચલાવવાને ટેકો આપે છે.

ક્રુઝ ઉદ્યોગનાં નીચેના સહિતનાં શિષ્ટાચાર પણ COVID-19 ચેપનું જોખમ ઘટાડવામાં સહાય કરે છે:

  • મુસાફરો માટે રસીકરણ આવશ્યક્તા
  • રોગચાળો ફાટવાની સ્થિતિમાં સંચાલન યોજના
  • COVID-19 સલામતી યોજના.

ઓસ્ટ્રેલિયા આવી રહેલાં આંતરરાષ્ટ્રીય મુસાફરો

ઓસ્ટ્રેલિયાની સરહદો ખુલ્લી છે અને Australian Governmentની નીચે બાબતમાં કોઇ આવશ્યક્તાઓ નથી:

  • ઓસ્ટ્રેલિયામાં આગમન સમયે નકારાત્મક COVID-19 પરીક્ષણનો પુરાવો આપવો
  • COVID-19 રસીકરણનું પ્રમાણપત્ર પૂરું પાડવું
  • માસ્ક પહેરવો, જો કે તેના માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ અને પ્રસ્થાન વિશે વધુ જાણો.

Date last updated:

Help us improve health.gov.au

If you would like a response please use the enquiries form instead.