COVID-19, કોરોનાવાયરસ SARS-CoV-2થી થતો રોગ છે.
COVID-19નાં પ્રકારો સતત ઉદ્ધભવતાં રહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) ચિંતાજનક અને રસપ્રદ પ્રકારો પર નજર રાખવા માટે જવાબદાર છે.
ઓસ્ટ્રેલિયામાં ચિંતાજનક પ્રકારો વિશે વધુ જાણો.
વર્તમાન સ્થિતિ
૧૧ માર્ચ ૨૦૨૦ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ નોવેલ કોરોનાવાયરસ (COVID-19)ને એક વિશ્વવ્યાપી મહામારી ઘોષિત કરી હતી.
COVID-19 મહામારીની ઘોષણા હજી સક્રિય છે.
મહામારી વિશે અને અમે તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરીએ છીએ તે વિશે વધુ જાણો.
લક્ષણો
COVID-19, કોરોનાવાયરસ, SARS-CoV-2 વાયરસથી થતી બીમારી છે.
COVID-19નાં લક્ષણો હળવાથી ગંભીર પ્રકારનાં હોય છે.
અમુક લોકો સરળતાથી સાજા થઇ જાય છે જ્યારે અન્ય ઘણાં અત્યંત બીમાર થઇ જાય છે. જો તમારું COVID-19 પરીક્ષણ હકારાત્મક આવે તો, તમે નીચે મુજબ અનુભવી શકો છો:
- તાવ
- ખાંસી
- ગળામાં દુખાવો
- હાંફ ચઢવો.
વધુ માહિતી માટે COVID-19નાં લક્ષણો જાણવા માટેની અમારી તથ્ય પત્રિકા જુઓ.
અમુક લોકો કોઇ જ લક્ષણો નથી અનુભવતાં (લક્ષણો વિહોણાં - એસિમ્પ્ટોમેટિક) હોય છે પરંતુ તેઓ પણ વાયરસનો ચેપ લગાડી શકે છે.
લાંબા સમયની અસરો
મોટાભાગનાં એવા લોકો કે જેઓનું COVID-19 પરીક્ષણ હકારાત્મક આવે છે તેઓ સંપૂર્ણપણે સાજા થઇ જાય છે, પરંતુ કેટલાંક લોકોને લાંબો (લોંગ) COVID થાય છે.
લોંગ COVIDનાં લક્ષણો COVID-19 કરતાં જુદાં હોય છે. તમે નીચે મુજબ અનુભવી શકો છો:
- અતીશય થકાવટ (થાક)
- હાંફ ચઢવો, હ્રદયનાં અસામાન્ય ધબકારાં, છાતીમાં દુખાવો અથવા દબાણ
- યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ
- સ્વાદ અને ગંધમાં ફેરફાર
- સાંધા અને સ્નાયુઓમાં દુખાવો.
ક્યારેક આ લક્ષણો અઠવાડિયાઓ અથવા મહિનાઓ સુધી રહી શકે છે.
લોંગ COVID વિશે વધુ જાણો.